મિત્રો,
જીવન ની આ સફરમાં સૌથી વધુ કઠિન પરિસ્થિતિ બે હોય છે, એક બાળપણ અને એક વૃદ્ધા -અવસ્થા
આ બન્ને માં
મનુષ્ય પોતાની શારીરિક નિર્બળતા ને કારણે લાચાર અને મજબૂર હોય છે, પરંતુ બાળપણ માં,
માં-બાપ અને અન્ય મોટાઓ નો સહારો અને કાળજી સતત મળતા રહે છે, કારણ કે ત્યાં એક
ભવિષ્ય ની આશા બંધાયેલી હોય છે,
પરંતુ અફસોસ
વૃદ્ધ માણસો પાસે કોઈને લાગણીની ઉણપ હોય છે, કારણ કે ત્યાં કોઈ આશાઓ હોતી
નથી..
અને માટે જયારે કોઈ
વૃદ્ધો સાવ એકલા પડી જાય કે એકલા પાડી નાંખવામાં આવે ત્યારે જીવન નો આ અંતિમ તબક્કો
નર્ક સમાન લાગે છે…

